પં. ઓમકારનાથ ઠાકુર સંગીત વિધાલય

Sangeetanjali


Sangeetanjali

સંગીત માર્તંડ પંડિત ઑમકારનાથ ઠાકુરની જન્મ જયંતિ

સંગીત માર્તંડ પંડિત ઑમકારનાથ ઠાકુરની જન્મ જયંતિ નિમિત્તે વિદ્યાલયના ગુરુજનો અને વિદ્યાર્થીઓ દ્વારા સંગીતાજંલી

તા.૨૪-૦૬-૨૦૨૨, શુક્રવાર,સાંજે ૬-૦૦ કલાકે  

સ્થળ

પં. ઑમકારનાથ ઠાકુર સંગીત વિદ્યાલય

શ્રીમતી ક.લ.શં. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ કેમ્પસ

બાલાજી રોડ, સુરત

 

ડો.રવીન્દ્રનાથ દીક્ષિત નિદર્શન કેન્દ્ર પ્રણવ ભવન ખાતે તા.૨૪/૦૬/૨૦૨૨ ના રોજ સંગીત માર્તંડ પં ઓમકાર નાથ ઠાકુર ની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે સંગીતાજલીના કાર્યક્રમ નું વહીવટી સમિતિ ના અધ્યક્ષ મયંક ત્રિવેદીના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું હતું.  ડો અર્ચનાબેન દીક્ષિત, પ્રો કલ્પના બેન શેઠજી, ભવનના ગુરુજનો શ્રી મુનીષભાઇ શાહ, શ્રી ગીતા બેન શાહ, શ્રીમતી હીનાબેન દવે સહિત સાધકો હાજર રહ્યા હતા. ગુરૂજનો ના નિદર્શન માં આરોહી પટેલ, દિનેશભાઇ લાડ, હેતલ ઝવેરી, હર્ષાબેન આસમાની તથા ખુશ્બુ રોટલીવાળા એ ભોપાલી રાગ ,રાગ જૈત,રાગ ગૌડ, મલ્હાર રાગ, માલકૌંસ,પૂરીયા ધનાશ્રી, રાગ ચંદ્રકૌંસમાં રચનાઓ પ્રસ્તુત કરી હતી તથા તાલ મત્તતા માં ધર્મિન કંસારા એ તબલા વાદન,  હેરીન સોનીએ ગિટાર વાદન તથા મિત્રક રાણાએ હાર્મોનિયમ વાદન રજુ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શ્રી મધુસૂદન ભાઈ પલસાણાવાળા એ સંચાલન કર્યું હતું.

Click Here..... For Photo Gallery